આપણાં દેશમાં શિક્ષીત યુવા વર્ગની મુખ્ય સમસ્યા બેરોજગારી છે. આ સમસ્યા ગ્રામ્ય વિસ્તારમાં જટિલ બની જાય છે કારણકે આજે પણ આપણી વસ્તી ગમડામાં વસેલો છે. યુવા
શક્તિને જો ઉસિત પ્રેરણા આપીને યોગ્ય દિશા નિર્દેશ કરવામાં આવે તેમનામાં છુપાયેલી
પ્રતિભાને બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો દેશના આર્થિક વિકાસમાં મહત્વનો ભાગ
ભજવી શકાય. આપના દેશનો આર્થિક વિકાસ ત્યારે સંભવ બનશે જો આ વર્ગને રોજગારી પ્રાપ્ત
થશે. ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ મેળવી બીજાને ત્યાં નોકરી કરી પોતાનું નામ લખવું એના કરતા
પોતાનો ધંધો કરી પોતાનું નામ સુવર્ણ અક્ષરમાં લખવું વધુ ઉચિત છે. આ વિચારધારા
પદ્મવિભુષણ ધર્માધિકાર ડો.ડી.વીરેન્દ્ર હેગડે પ્રમુખ આરસેટી સંસ્થાની જમણે આ સંસ્થાના
વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. પદ્મવિભૂષણ ડો.ડી.વીરેન્દ્ર હેગડેએ સર્વ પ્રથમ એવી
સંસ્થાની સ્થાપના કરવાનું વિચાર્યું જેમાં બેરોજગાર વ્યક્તિઓને વિવિધ વિષયોમાં તાલીમ
આપવામાં આવે જેથી તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે. પદ્મવિભૂષણ ડો.ડી.વીરેન્દ્ર હેગડેની
વિચારધારાના ફળ સ્વરૂપે શિક્ષિત બેરોજગાર યુવાનોની સમસ્યાને પહોચી વળવા માટેનો એક
સંનીસ્ઠ પ્રયાસ અને ભારત સરકારશ્રીના નિર્દેશથી ઈ.સ. Z__5 આ લીડબેંક દ્વાર દેના ગ્રામીણ
સ્વરોજગાર તાલીમ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલ.
મહેસાણામાં કાર્યરત આ સંથામાં ટૂંકાગાળાના નિશુલ્ક તાલીમ કાર્યક્રમ થકી જીલ્લાના
બેરોજગાર યુવાનોના લાભાર્થે કાર્યરત છે. આ સંસ્થામાં નિશુલ્ક તાલીમની સાથે નિશુલ્ક ભોજન
અને રહેઠાણ ની સુવિધા પૂરી પાડવામાં આવે છે. સંસ્થાનું જમા પાસું તેની વ્યવહારુ ,કાર્યક્ષમ
અને કઠોર તાલીમ છે.
સંસ્થાનો મુખ્ય હેતુ ગ્રામ્ય બેરોજગાર યુવાનોને શોધી તેમને તાલીમ લેવા માટે
પ્રોત્સાહિત કરીને તેમને તાલીમ પૂરી પાડી સ્વરોજગાર માટે પ્રેરિત કરવાનો છે. સંસ્થામાં ૬૦
કરતાં પણ વધારે ટૂંકાગાળાના તાલીમ કાર્યક્રમનું આયોજન કરે છે.જેનો સમય ગાળો ૧૦ દિવસ
થી ૪૫ દિવસ નો હોય છે. જેમાં કોમ્પુટર હાડ્વેર તથા નેટવર્કિંગ, કોમ્પુટર એકઉન્ટીગ( ટેલી),
ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી , મોબાઈલ રીપેરીંગ , ઘરેલું વિદ્યુત ઉપકરણોનું રીપેરીંગ , ઘરેલું
વાયરીંગ ,મોટર રીવાઈન્ડીગ ,પુરૂષ સિલાઈકામ ,મહિલા સિલાઈકામ , બ્યૂટી પાર્લર , પશુપાલન
અને વર્મીકંપોસ્ટ ,અગરબત્તી બનાવટ , ખાખરા પાપડ બનાવટ , અને ફૂડ
પ્રોસેસિંગ , એસી ફ્રીઝ રીપેરીંગ ,પ્લમ્બરિંગ અને સેનેટરીંગ , ઉધોગ સાહસિકતા જેવા વિવિધ
તાલીમ કાર્યક્રમો ટૂંકા ગાળાની ધનિષ્ઠ તાલીમ પૂરી પાડવામાં આવે છે.
શ્રી વિશાલ જે. પટેલ
નિયામક
બી.ઓ.બી આરસેટી મહેસાણા
(સિનિયર મેનેજર સ્કેલ - III બી.ઓ.બી બેન્ક)
Design by Radhe Infocare